Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વલસાડ જિલ્લાના પોલીસ મથકોમાં સાઇબર સુરક્ષાના બોર્ડ લાગ્યા

પારડી પોલીસ સ્ટેશન , વલસાડ રૂરલ પોલીસ, નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં સુંદર બોર્ડ મુકવામાં આવ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ સાઇબર આસ્વસ્થ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં સાઇબર ક્રાઇમ અટકાવવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત તેમના દ્વારા દરેક પોલીસ મથકે સાઇબર સુરક્ષાની માહિતી આપતા બોર્ડ લગાવ્યા છે.આ બોર્ડમાં તેમણે સાઇબર ક્રાઇમની કોઈ પણ ઘટના જેમ કે ફોન પર થતી પૈસાની છેતરપિંડી, હેરાનગતિ કે પછી સોશ્યલ મીડિયામાં થતી યુવતીઓની કે કિશોરોની હેરાનગતિ થી ગભરાઈ ને ચૂપ નહીં રહી 100 નંબર પર પોલીસને જાણ કરવા તેમણે જણાવ્યું છે. આ બોર્ડ લગાવતા અનેક કેસો પોલીસ પાસે આવી રહ્યા છે અને તેને સફળતા પૂર્વક હલ પણ કરાઈ રહ્યા છે. ત્યારે એસપી ની આ ઝુંબેશ રંગ લાવી રહી હોવાની પ્રતિતિ થઈ રહી છે.

(8:21 pm IST)