Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1201 દર્દીઓ સાજા થયા: નવા 1136 પોઝીટીવ કેસ :વધુ 7 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,64,121 થઇ :મૃત્યુઆંક 3670 થયો:કુલ 1,46,308 લોકોએ કોરોનાને હરાવ્યો

સતત 12 માં દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ : આજે સૌથી વધુ સુરતમાં 231 કેસ, અમદાવાદમાં 179 કેસ, વડોદરામાં 119 કેસ,રાજકોટમાં 108 કેસ, જામનગરમાં 65 કેસ,,ગાંધીનગરમાં 38 કેસ, મહેસાણામાં 47 કેસ, નર્મદામાં 34 કેસ, સાબરકાંઠામાં 33 કેસ, પાટણમાં 27 કેસ,સુરેન્દ્રનગરમાં 26 કેસ,અમરેલીમાં 25 કેસ નોંધાયા :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે આજે  12માં દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી છે આજે  1201 દર્દીઓ સાજા થયા છે જયારે નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,64,121 થઇ છે  આજે વધુ 1201 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,46,308 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 79 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  3670 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1201 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3670 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14143 છે જેમાંથી વેન્ટીલેટર પર 72 દર્દીઓ છે જ્યારે 14071 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  89,15 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 52,923 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 55, 85,445 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે  ,અમદાવાદ કોર્પોરેશનમાં 2 , 1અમદાવાદમાં ,છોટાઉદેપુરમાં 1,રાજકોટમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 7 લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના  1136 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 231 કેસ, અમદાવાદમાં 179 કેસ, વડોદરામાં 119 કેસ,રાજકોટમાં 108 કેસ, જામનગરમાં 65 કેસ,,ગાંધીનગરમાં  38 કેસ, મહેસાણામાં 47 કેસ, નર્મદામાં 34 કેસ, સાબરકાંઠામાં 33 કેસ, પાટણમાં 27 કેસ,સુરેન્દ્રનગરમાં 26 કેસ,અમરેલીમાં 25 કેસ  નોંધાયા છે 

(7:43 pm IST)