Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ગુજરાતમાં પહેલીવાર ડેટા સાયન્સનો કોર્ષ જીટીયુ દ્વારા શરૂ કરાયો

આ કોર્ષમાં માત્ર ૩૦ બેઠકો માટે ૪૦૦ વિદ્યાર્થીઓની અરજી મળી

અમદાવાદ, તા. રર : આગામી સમય હવે ડિજીટલ  યુગ રહેવાનો છે અને કારકિર્દીની ઉજળી તકો પણ ડિજીટલ તરફ જોવાઇ રહી છે. માર્કેટની આ ડિમાન્ડને જોતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ડેટા સાયન્સનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેટા સાયન્સના કોર્ષમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની કતાર લાગી છે.

નવા શરૂ કરાયેલા આ કોર્ષમાં માત્ર ૩૦ બેઠકો માટે ૪૦૦ વિદ્યાર્થીઓની અરજી જીટીયુને મળી છે. એટલુ જ નહીં, આ પ્રકારનો કોર્ષ શરૂ કરવામાં જીટીયુ રાજયની પ્રથમ યુનિવર્સિટી બની છે. વધતા જતા ડિજીટલ યુગમાં ડેટાનું ખુબજ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડીઝીટલ ઇન્ડિયાને પ્રાધાન્ય આપે છે. હાલમાં મેસેજની આપ લેથી માંડીને ખરીદી ઓનલાઇન થઈ ગઈ છે અને હવે તો અભ્યાસ પણ ઓનલાઇન થયો છે ત્યારે ડેટા સાયન્સનો અભ્યાસક્રમ જીટડય। દ્વારા શરૂ કરાયો છે. જીટીયુ કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે, એક સમયે વાયબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગ પતિ મુકેશ અંબાણીએ પણ હાલના સમયમાં ડેટા સોનાની ખાણ છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. અને ડેટાએ હાલ માંર્કેટની ડિમાન્ડ છે. તેને ધ્યાને લઈને  જીટીયુ દ્વારા ડેટા સાયન્સનો કોર્ષ શરૂ કર્યો છે.  આ કોર્ષ શરૂ કરનાર જીટીયુ રાજયની પ્રથમ યુનિવર્સિટી બની છે. આ કોર્ષ માં એડમીશન માટે જીટીયુ ૪૦૦ અરજીઓ મળી છે. જેમાંથી મેરિટ પ્રમાણે ૩૦ બેઠકો ભરવામાં આવશે. વિદ્યાર્થીઓને ડેટા માઇનિંગ અને ડેટા એનાલીસીસનો અભ્યાસ કરવામાં આવશે.

(4:05 pm IST)