Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ગુજરાતના એક અધિકારીની બે નામી મિલકતો શોધવા ઇન્દોરમાં સર્ચ ઓપરેશન

કેશવ કુમાર ટીમે અશકયને શકય કરી બતાવ્યું.....ગુજરાત એ.સી.બી.એ ઇતિહાસ રચ્યો..... : ગુજરાત જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામક રમેશ પરોલ્કર વિરૂદ્ઘ પ્રાથમિક તપાસમાં જ ૧ કરોડથી વધુ મિલકત હોવાનું ખુલતા રાજય બહારની તેમની મિલકતો શોધવા માટે મધ્ય પ્રદેશના લોકાયુકતની મદદ લેવાનું પ્રથમ વખત નિર્ણય

 રાજકોટઃ તા.૨૨, ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ના ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત બીજા રાજયના લોકાયુકતની મદદ મેળવી ગુજરાતના એક અધિકારી કે જેઓ સામે કરોડો રૂ. ના ભ્રષ્ટાચારનો આરોપ છે અને તેમના વતન એવા મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે એ.સી.બી. દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યાની ઘટના બની હોવાનું એ.સી.બી. સૂત્રો એ 'અકિલા' ને જણાવ્યું છે.

 સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ જમીન વિકાસ નિગમ દાહોદના તત્કાલીન મદદનીશ નિયામક રમેશ પરોલકર સામે ખેત તલાવડી સહિતના તેમના હસ્તકના કામોમાં મોટા પાયે ગેરરિતી થયાની ફરિયાદ સંદર્ભેની તપાસ ભ્રષ્ટાચાર નિવારણના નવા કાયદા મુજબ હાથ ધરવામાં આવી હતી..  એ.સી.બી. વડાં કેશવ કુમારના સીધા માર્ગ દર્શન હેઠળ યોજાયેલ તપાસ દરમ્યાન રમેશભાઈ પારૂળકરની સંપતિ તેમની કાયદેસરની આવક કરતાં વધુ અને અંદાજે એક કરોડથી વધુ હોવાનું ખુલ્યું હતું. 

 હાલ નિવૃત એવા અધિકારીની મિલકત અંગે વિશેષ મિલકતો શોધવા માટે તેવોના ઇન્દોર સ્થીત બંગલાનું સર્ચ ઓપરેશન હાથ ધરવું જરૂરી હતું.

આ ઓપરેશન રાજય બહાર કરવાનું હોવાથી ચોકકસ પ્રકારની ગૂંચવણો દૂર કરવાનું આમતો સહેલું ન હતું. એ.સી.બી. વડાં કેશવ કુમારે ભ્રષ્ટાચારીઓમાં મોટો સંદેશ જાય તે માટે આ જટિલ બાબતો ઉકેલવા રાજય સરકાર મારફત મધ્ય પ્રદેશના ઇન્દોરના લોકયુકત તથા તેમના સ્ટાફના સહયોગથી અશકયને શકય કરી બતાવતા એ.સી.બી. ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:23 pm IST)