Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સુરતના ઉઘાનમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને સ્યુસાઇડ નોટ લખી દવા ગટગટાવી લેતા ચકચાર

સુરત, : ઉધનામાં એમ્બ્રોઈડરી મટીરીયલ્સનો વેપાર કરતા રાજસ્થાની યુવાને વ્યાજે લીધેલા રૂ.3 લાખ સામે રૂ.13 લાખ ચૂકવી દીધા હતા છતાં ફાઈનાન્સર વધુ પૈસાની માંગણી કરી ધમકી આપતા સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે સ્યુસાઈડ નોટ મળતા ડોકટરે રાખી મૂકી હતી અને બાદમાં પોલીસને સોંપતા ડિંડોલી પોલીસે બે ફાઇનાન્સર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના શિરોહીના ગોયલી ગામના વતની અને સુરતમાં પત્ની હેતલબેન, બે પુત્રો સૂર્યવીર ( ઉ.વ.9 ) અને પ્રતિપાલ ( ઉ.વ.7 ) સાથે ડિંડોલી દેલાડવા રોડ વિનાયક એન્કલેવ એફ/404 માં રહેતા સુમેરસિંહ મંગળસિંઘ દેવલ ઉધના નવજીવન મોટર્સ પાસે ભાડાની દુકાનમાં એમ્બ્રોઈડરી મટીરીયલ્સનો વેપાર કરે છે. ગત 16 મી ના રોજ પત્નીની તબિયત સારી ન હોય સુમેરસિંહ પત્ની અને બે બાળકોને સાળીના ઘરે સચીન મૂકી આવ્યો હતો. બે દિવસ બાદ સવારે હેતલબેનને જાણ થઈ હતી કે પતિએ દવા પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. આથી તે હૉસ્પિટલ દોડી ગયા હતા. સુમેરસિંહે અઠવાડિયા અગાઉ જ હેતલબેનને જણાવ્યું હતું કે તેણે સોસાયટીમા રહેતા મનોજભાઇ સોનીના ઓળખીતા અર્જુનસિંઘ પાસેથી આશરે દોઢેક વર્ષ પહેલા ધંધા માટે રૂ.3 લાખ વ્યાજે લીધા હતા.

 

(5:57 pm IST)