Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

એક દિવસનું મોડું થઇ ગયું, સવા મહિનાથી અટક્યા

અફઘાની કપડાંના વેપારીએ જણાવી આપવીતી

સુરત તા ૨૨, અફઘાનિસ્તાનમાં તાલિબાન શું આવી ગયું કે ભારતમાં સેંકડો અફઘાની ફસાઈ ગયા છે. એક દિવસનું મોડું થઇ ગયું નહીં તો આજે અફઘાની વેપારીઓ  અને અન્ય લોકો પોતાના પરિવારજનો સાથે કાબુલ, કંધાર, મજાર, હૈરતમાં  હોત, પરંતુ હવે તે અહીં સવા મહિનાથી ફસાયેલા છે. સમસ્યા અહીં સુધી હોત તો પણ ઠીક છે. પરંતુ હવે ત્યાં ( અફઘાનિસ્તાનમાં) તેજીથી મોંઘવારી વધી રહી છે. અને તેની અસર ભારતમાં ફસાયેલા અફઘાની કપડાના વેપારીઓ સહીત અન્ય લોકો પર પણ પડી રહી છે. આ વાત અફઘાનિસ્તાનના કંધાર શહેરના કપડાના વેપારી રૂહાની ભાઈએ રાજસ્થાન પત્રિકાને જણાવી હતી.

 સુરતના કપડાં મંદીમાં રિંગરોડ સ્થિત હાઈટેક માર્કેટમાં કપડાં વેપારી -દીપ અગ્રવાલ રાધારાનીને ત્યાં  રહેલા રૂહાની ભાઈએ જણાવ્યું કે હવે તો ભારત સરકારે અફઘાનિસ્તાનના અહીં ફસાયેલા નાગરિકોને સહી સલામત પરત મોકલાની વ્યવસ્થા કરવી જોઈએ. અફઘાનિસ્તાનમાં તાલિબાની હકુમત કાયમ થઇ ગઈ છે. અને એક મહિના પહેલા જેવું વાતાવરણ પણ નથી રહ્યું. અમનેપણ અહીં આવ્યાને સવા મહિના થઇ ગયા છે. હવે ઘર - પરિવારની યાદ આવી રહી છે. બીજા પણ જરૂરી કામકાજ છે.

 વધુમાં જણાવ્યું કે સુરક્ષાનો મોટો સવાલ નિશ્ચિત જ છે ત્યારે આવી સ્થિતિમાં ભારત સરકારે સુરક્ષિત એરપોર્ટથી અફઘાનીને પરત જવા માટેની ફ્લાઈટની  વ્યવસ્થા કરી દેવી જોઈએ.  દરરોજ દિલ્લીમાં અફઘાની દૂતાવાસની સામે અફઘાની નાગરિકો એકઠા થઇ તેમને જલ્દી જ દેશ પરત મોકલવાની માંગ કરી રહ્યા છે. માંગ કરનારા માંથી મોટા ભાગના લોકોના સ્ટે વિઝાની સીમિત અવધિ પૂર્ણ થઇ ગઈ છે.

સારવાર માટે આવે છે સૌથી વધુ લોકો

 એક અંદાજ પ્રમાણે  હાલમાં ૧ હજારથી વધુ અફઘાનીઓ ભારતમાં ફસાયેલા છે. તેમાંથી ૫૦ ટકા લોકો નવી દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોમાં  અલગ અલગ રોગોની સારવાર કરાવવા માટે આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં દિલ્હીની ચિકિત્સા સેવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.  

(3:59 pm IST)