Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ડિસેમ્બર સુધીમાં રાજયમાં તમામને રસીના બંને ડોઝ લગાવાની યોજના

ત્રીજી લહેર અંગેની તૈયારીઓ પૂર્ણઃ મેડિકલ જરૂરિયાતની પણ સંપૂર્ણ વ્યવસ્થા

અમદાવાદરાજયના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલેકહ્યું કે આ વર્ષે ડિસેમ્બર સુધી રાજયના ૧૮ વર્ષથી વધુ ઉંમરવાળા દરેક નાગરિકોને કોરોના વેકસીનનાબન્ને ડોઝ આપવાના દરેક પ્રયત્નો કરવામાં આવશે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમ્યાન તેઓએ કહ્યું કે કોરોનનીસંભવિત ત્રીજી લહેર અંગે પણ હોસ્પિટલોમાં દરેક તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. રાજયસરકાર કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા અંગે સંપૂર્ણ રીતે તૈયાર છે.કોરોનાની બે લહેર દરમ્યાન રાજયસરકારે યોગ્ય પગલાં ભર્યા.

એજ કારણ છે કે રાજયમાં હવે કોરોનાના ગણ્યા ગાયથા જ દર્દીઓ છે. તેઓએકહ્યું કે ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજયના દરેક હોસ્પીટલોમાં સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દવાઓ અને અન્ય જરૂરિયાત જેમ કે વેન્ટિલેટર, ઓકસીઝન પ્લાન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજયમાં ૪.૯૩ કરોડ લોકો ૧૮ વર્ષથી વધુ છે જેને કોરોના વેકસીન લગાવામાં આવશે. તેમાંથી ૩૩ ટકાથી વધુ વસ્તીના બન્ને ડોઝ લગાવામાં આવી ચુકયા છે. રાજયમાં અત્યાર સુધીમાં ૫.૭૦ કરોડથી વધુ ડોઝ લગાવી ચુકયા છે.

(3:19 pm IST)