Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સુરત :સરકારી વાહન-મિલ્કતને નુકશાન કરવાના મામલે છ યુવાનોની ધરપકડ

અલ્પેશ કથિરિયાની ધરપકડ બાદ બસમાં આગ અને કાચ તોડી પડાયા હતા

 

સુરતઃ શહેરમાં સરકારી વાહનો અને મિલ્કતને નુકશાન કરવાનાં મામલામાં સરથાણા પોલીસે 6 યુવાનોની ધરપકડ કરી છે અલ્પેશ કથિરિયાની ધરપકડ થયાં બાદ તેનાં પડઘા સુરત ખાતે પણ પડ્યાં હતાં. જેમાં એક બસને આગને હવાલે કરવામાં આવી હતી. ઉપરાંત બે બસોનાં કાચ પણ તોડી નાખવામાં આવ્યાં હતાં તેમજ બે BRTS બસ સ્ટેન્ડને પણ નિશાન બનાવાયું હતું. સિવાય જાહેર માર્ગ ઉપર ટાયરો પણ બાળવામાં આવ્યાં હતાં. જે મામલે પોલીસ દ્વારા યુવાનોની ધરપકડ કરી લેવામાં આવી છે.

(11:30 pm IST)