Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

અમદાવાદ: જુદા-જુદા રાજ્યમાંથી 10 હજાર કરોડનું લોન કૌભાંડ ઝડપાતા અરેરાટી

અમદાવાદ: ઉપરાંત રાજસ્થાન સહિતના દેશના ઘણાં વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવતી આદર્શ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી દ્વારા કરવામાં આવેલા ખોટા ધિરાણોને કારણે ૨૧ લાખ થાપણદારોની રૂ.૯૪૭૪ કરોડની થાપણો ખતરામાં મૂકાઈ જવાની સંભાવના ઊભી થઈ છે. મુદ્દલ અને વ્યાજ મળીને ક્રેડિટ સોસાયટીએ રૂ.૧૨,૪૩૩ કરોડની વસૂલી કરવાની બાકી છે. ક્રેડિટ સોસાયટીએ રૂ.૯૨૩૮ કરોડની નોન પરફોર્મિંગ એસેટ્સ ચોપડે દર્શાવી નથી. તેને માત્ર બાકી લેણા તરીકે વરસોથી ચોપડે બતાવવામાં આવી રહી છે. તેની સામે સિક્યોરિટી તરીકે રૂ.૬૧૨ કરોડની મિલકતો જ લેવામાં આવી છે. તેથી ૨૧ લાખથી વધુ થાપણદારોના નાણાં ગમે ત્યારે ડૂબી જવાનો ખતરો રહેલો છે.

આ ગ્રપ સાથે સંકળાયેલી વ્યક્તિઓ, ડમી ડિરેક્ટર્સને માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી કંપનીઓને, એસોસિયેટ કંપનીઓ અને પેઢીઓને લોન આપવાને નામે આડેધડ ધિરાણ આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યુ છે. આદર્શ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના ચોપડે દર્શાવવામાં આવેલા ડિપોઝિટર્સ પણ બોગસ કે ડમી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આદર્શ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના સ્થાપક મુકેશ મોદીએ જ આ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યુ છે.

(5:07 pm IST)