Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ડાકોર પોલીસે ઉબામાં જુગાર રમતા સાત શખ્સોને 4 હજારની રોકડ સાથે રંગે હાથે દબોચ્યા

ડાકોર:પોલીસે ઊંબા નવ બારઘરા વિસ્તારમાં દરોડો પાડી શ્રાવણીયા જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂપિયા ૪૪૫૦ના કબજે કર્યા હતા. 

 


ડાકોર પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે ઊંબા નવ બારઘરાં વિસ્તારમાં જુગાર રમાય છે. જેથી પોલીસે દરોડો પાડતા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા મંગળભાઈ દોલતભાઈ ચૌહાણ, રાવજીભાઈ શંકરભાઈ પરમાર, રમણ દેસાઈભાઈ ભોઈ, પ્રવિણ રતિલાલ પરમાર, કનુભાઈ મંગળભાઈ પરમાર, મંગળભાઈ માનસિંહ વાઘેલા તથા બુધાભાઈ રંગીતભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે જુગાર રમવાના સાધનો તેમજ રોકડા રૂપિયા ૪૪૫૦ કબજે કર્યા હતા. આ બનાવ અંગે ડાકોર પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:05 pm IST)