Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો : પાલનપુર, વડગામ, દાંતીવાડા અને ડીસા સહિત અનેક સ્થળોએ ધીમી ધારે વરસાદ

બનાસકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. પાલનપુર, વડગામ, દાંતીવાડા અને ડીસા સહિત અનેક સ્થળો પર વરસાદ ધીમી ધારે વરસીને લોકોને જાણે તૃપ્ત કરી રહ્યો હતો

  . વરસાદના આગમન બાદ બફારા અને ગરમીથી લોકોને છુટકારો મળ્યો હતો. વરસાદના હિસાબે રસ્તા પર વાહનો સહિત માનવ હાજરી પણ નહિવત દેખાતી હતી. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેરખી ફેલાઇ ગઇ હતી.

(8:38 pm IST)