Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પંચમહાલ જિલ્લાના હડફ,અને પાનમ,તેમજ મહીસાગરના કડાણા ડેમની જળસપાટીમાં વધારો

પંચમહાલ જિલ્લાના હડફ ડેમની પાણીની સપાટી હાલમાં 165-55 મીટર નોંધાઇ છે. ડેમમાં પાણીની હાલ સુધીની આવક  4800 કયુસેક જેટલું નોંઘાઇ છે  જ્યારે પાણીની જાવક 5252 કયુસેક નોંધાઇ હતું.પાનમ ડેમની હાલની પાણીની સપાટી 125.4 મીટર નોંધાઇ છે તેની આવક 13995 કયુસેક નોંધાઇ છે જયારે મહીસાગરના કડાણા ડેમની જળસપાટી 119.79 મીટર રહી હતી તો ડેમમાં પાણીની આવક 16,388 કયુસેક રહી હતી. આમ અલગ અલગ ડેમોની પાણીની સ્થિતી સામે આવી છે.

(8:33 pm IST)