Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

કપરાડા તાલુકામાં વિધાનસભાની પેટા ચૂંટણીઓના ભણકારા વચ્ચે રસ્તાની સમસ્યાથી ત્રસ્ત કુંડા ગામના ઉપલા ફળિયાના લોકોએ બહિષ્કારના બોર્ડ માર્યા

કોઈપણ રાજકારણીઓ એ પ્રવેશવું નહિ,અને આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરતા બોર્ડ લગાવતા તાલુકાનું રાજકારણ ગરમાયુ : સરપંચએ જણાવ્યું કે આ રસ્તો મજૂર થયો છે

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ જિલ્લા ના કપરાડા માંથી સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડા તાલુકામાં વિકાસના નામે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે,પરંતુ એક યા બીજા કારણોસર કામોમાં પણ કંઈક અંશે વ્હાલા દવલાની નીતિ અપનાવામાં આવતી હોવાની ફરિયાદો વધતી રહે છે.ત્યારે કુંડા ગામના  અરનાઈ મુખ્ય રસ્તા થી ઉપલા કુંડા ફળિયામાં જતો અને વર્ષોથી બિસ્માર રસ્તાની મુશ્કેલી વેઠી રહેલા આશરે 600 લોકો એ રજૂઆતો બાદપણ રસ્તો નહિ બનતા આખરે બુધવારે ફળિયાવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરતા બોર્ડ લગાવ્યા છે,જેને લઈ રાજકારણ ગરમાયુ છે

 .બોર્ડમાં લખ્યું છે કે રસ્તાના અભાવે શિક્ષણની સમસ્યા ઉપરાંત બીમારીના સમયે 108 એમ્બ્યુલન્સ પણ આવી શક્તિ નથી. નોંધનીય છે કે ત્રણ દિવસ અગાવ જ સરકારી જાહેરાત માં આ માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સફક યોજના હેઠળ મજૂર થયો છે,જે માટે નકશા બનાવવાની કામગીરી હાલે ચાલી રહી હોવાનું કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન વિભાગ વલસાડ એ જણાવ્યું છે.ત્યારે આ વિરોધાભાસના પગલે રાજકારણ ગરમાયુ છે. સરપંચએ પણ જણાવ્યું કે આ રસ્તો મજૂર થયો છે,જોકે બોર્ડ લગાવી ચૂંટણીનો બહિષ્કાર ની ઘટના મને ખબર પડી છે.ફળિયાવાસીઓ એ મારી સાથે આ મુદ્દે વાત કરવી જોઈતી હતી.

(11:33 pm IST)