Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પૂરક પરીક્ષા કાર્યક્રમ જાહેર

 

ધો.૧ર ‌વિજ્ઞાન પ્રવાહ, સામાન્‍ય પ્રવાહ, ઉચ્‍ચતર ઉતર બુનિયાદી પ્રવાહ, વ્‍યવસાયલક્ષી પ્રવાહ, સંસકૃત મધ્‍યમાની પુરક પરીક્ષા –ર૦ર૦ નો કાર્યક્રમ જોહર થયેલ છે.

-: સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ :-

1. કમ્પ્યુટર એજ્યુકેશન (૩૩૨) વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળાઓ દ્વારા લેવાની રહેશે. જેનાં ગુણ શાળાએ બોર્ડને તા.૨૧/૦૮/૨૦૨૦ સુધીમાં રૂબરૂમાં મોકલવાનાં રહેશે.

2. પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલાં વિષયોનાં કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.

3. પરીક્ષાના દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ૪૫ મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું.

4. પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન તેમજ ડિઝીટલ ઘડીયાળ જેવાં ઈલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈપણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં પ્રવેશિકા સિવાય કોઈપણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે પુરાવા માનવામાં આવશે. તેની ખાસ નોંધ લેવી.

5. સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક (૧૪૭) વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ બોર્ડની સૂચના અનુસાર બોર્ડને તા.૨૧/૦૮/૨૦૨૦ સુધીમાં રૂબરૂમાં મોકલી આપવાનાં રહેશે.

6. વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ, કોમર્સ, ગૃહવિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષા સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને પૂરતા સમય અગાઉ કાર્યક્રમની જાણ કરવાની રહેશે.

7. સિંધી ભાષાના પ્રશ્નપત્ર (૦0૫) વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી દેવનાગરી અથવા સિંધી અરેબિક લીપીમાં લખી શકાશે.

8. તમામ પ્રવાહોના કમ્પ્યુટર પરિચય વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે.

-: વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ :-

9. ઉ.મા.પ્ર. પરીક્ષા, વિજ્ઞાન પ્રવાહ, માર્ચ-૨૦૨૦ માં એક/બે વિષયમાં ॥૫.. (અનઉત્તિર્ણ) થયેલ ઉમેદવારોની પરીક્ષા બે સેશનમાં લેવાશે.

10. કમ્પ્યુટર એજ્યુકેશન (સૈદ્ધાંતિક) ની પરીક્ષા ફક્ત ૦0/ર ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે. જેનો સમય 10:30 થી 12:45 નો રહેશે.

11. પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો 2/ર1-/ કે જેમાં બહુવિકલ્પ પ્રકારનાં (૦।પાર પદ્ધતિ) ૫૦ પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ ૫૦ તથા તેનો સમયગાળો ૬૦ મિનિટનો રહેશે.

12. બીજા ભાગમાં પ્રશ્નપત્રનો 20૨1-8 રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નો રહેશે. તેમાં કુલ ગુણ ૫૦ તથા તેનો સમયગાળો ૧૨૦ મિનિટનો રહેશે.

13. વિજ્ઞાનપ્રવાહની પ્રાયોગિક વિષયની પરીક્ષા માટે અલગથી સૂચના બહાર પાડવામાં આવ્યો.

(11:02 pm IST)