Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

વડોદરામાં 7 મહિના અગાઉ ચોરીની શંકામાં ઝડપાયેલા આધેડનું ફતેહગંજ પોલીસ મથકના તત્‍કાલીન પી.આઇ.-પી.એસ.આઇ. સહિતનાએ માર મારતા મોતઃ હાઇકોર્ટના આદેશ બાદ ગુન્‍હો દાખલ

વડોદરા : 7 મહિના અગાઉ ચોરીની શંકામાં ઝડપાયેલા આધેડનું ફતેહગંજ પોલીસ મથકના તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને PSI દશરથ રબારી સહિત સર્વેલન્સ સ્કવોર્ડ 6 પોલીસ જવાનોએ માર મારતા મોત નિપજ્યું હતું. આ ચકચારી બનાવમાં હાઇકોર્ટનાં આદેશ અનુસાર તમામ 6 આરોપીઓ સામે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ કેસમાં હજી સુધી એક પણ આરોપી ઝડપાયો નથી.

મુળ તેલંગાણાના વતની શેખ બાબુ અમદાવાદમાં રહેતો હતો. વડોદરા સહિત વિવિધ શહેરોમાં ફરી ફરીને ચાદરો વેચતો હતો. 10 ડિસેમ્બર, 2020ના રોજ તેઓ જમાઇ ઇબ્રાહિમખાન કાસીમખાન પઠાણ સાથે વડોદરા આવ્યા હતા. જ્યાં બંન્નેએ સેન્ટ્રલ એસ.ટી ડેપો પાસે નાસ્તો કર્યો હતો. ત્યાર બાદ બાબુ શેખ સાયકલ પર ચાદરો મુકીને ફેરી માટે ગયા હતા.

ફતેહગંજ પોલીસના સર્વેલન્સ સ્ટાફ જવાનો ટી.પી 13 વિસ્તારમાં રહેતા સતીષ ઠક્કરના ઘરમાં થયેલી ચોરીના ગુનામાં શેખ બાબુ શેખની શકદાર તરીકે અટકાયત કરી હતી. ચોરીની કબુલાત કરવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. હાથની વચ્ચે પેન ફસાવી ગુનો કબુલાવવા માટે થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું હતું. જેમાં બાબુ શેખનું મોત નિપજ્યું હતું.

(5:34 pm IST)