Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

એન્જીન ઓઇલનું બનાવટી ઓઇલ એન્જીન બનાવતી ફેકટરી વડોદરામાં ઝડપાઇ

માસ્ટર માઇન્ડ નુશરત મહેંદી સાગરીતો સાથે સકંજામાં: વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની જાગૃતીથી એસઓજી પીઆઇ એમ.આર.સોલંકી ટીમને વધુ એક સફળતા

રાજકોટ, તા., ૨૨: બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઇલના કાર્ટુન નંગ ભરીને સેલંબાગામ ખાતે જતા બોલેરો પીકઅપ ટેમ્પાને વડોદરામાં ડભોઇ રોડ ખાતેથી પકડી માણેક એસ્ટેટમાં બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લીકેટીંગ એન્જીન ઓઇલની મીની ફેકટરી ચલાવતા માસ્ટર માઇન્ડ નુશરત મહેંદી ઉર્ફે નૌશાદ ભુજાવાલા તથા તેના સાગરીતને ડુપ્લીકેટીંગ ઓઇલ બનાવવાની મશીનરી તથા ડુપ્લીકેટીંગના સહીત ૩૧ લાખ મુદામાલ સાથે એક મહીનામાં ફરીથી વડોદરા શહેર એસ.ઓ.જી. ટીમએ ઝડપી લીધા છે.

પોલીસ કમિશ્નર સાહેબ એ.ટી.એસ. ચાર્ટની કામગીરીની સાથે જાહેર જનતામાં ડુપ્લીકેટીંગ કરી જાહેર જનતા સાથે છેતરપીંડી કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતા ગુનેગારોને શોધી કાઢવા એસઓજી પો.ઇન્સ. એમ.આર. સોલંકીનાઓને  ચોક્કસ માહીતી અનુપમસિંહ ગેહલોતે આપેલ.

પો.ઇન્સ. શ્રી એમ.આર.સોલંકી તથા સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.એસ.આઇ.  અબ્દુલ રઝાક ઉસ્માનભાઇને બાતમી મળેલ કે એક સફેદ કલરનો બોલેરો પીકઅપ ટેમ્પો નં. જીજે રર યુ-પ૧પ૧માં જેના છતના ભાગે કાળા કલરની તાડપત્રી બાંધેલ છે અને પાછળના ભાગે પતરાના પાટીયા મારેલ છે. જેમાં બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઇલના કાર્ટુન ભરેલા છે અને પટેલ એસ્ટેટ તરફથી નિકળી ડભોઇ રોડ થઇ કપુરાઇ ચોકડી તરફ જનાર છે.

ઉકત બાતમી આધારે એસઓજી પો.ઇન્સ. ડભોઇ રોડ ગણેશનગર ખાતે પંચો તથા સ્ટાફના માણસો સાથે રાખી વોચ તપાસ ગોઠવતા બાતમીવાળો બોલેરો પીકઅપ ટેમ્પા ચાલક વસીમભાઇ સલીમભાઇ ફફીકર રહે. સેલંબાગામ તા.સાગબારા જી.નર્મદાવાળાને પકડી પાડી ટેમ્પામાં સંતાડી રાખેલ બ્રાન્ડેડ હોન્ડા, હીરો તથા સર્વો કંપનીના ડુપ્લીકેટ એન્જીન ઓઇલના કાર્ટુન નંગ-૯૦ જેમાં ડુપ્લીકેટ એન્જીન કી. ૪,૯૭,૧૦૦ નું તથા બોલેરો પીકઅપ ટેમ્પો કી. રૂ. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૪,૯૭,૧૦૦નો મુદામાલ કબ્જે કરેલ.

ટેમ્પા ચાલકની ઘનિષ્ઠ પુછપરછ કરતા ડભોઇ રોડ, માણેક એસ્ટેટમાં ગોડાસ્ઉન નં. એ-૭માં ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવવાની મીની ફેકટરી નુશરતમહેંદી ઉર્ફે નૌશાદ ભોજાવાલાનાઓ ચલાવે છે અને તેઓના માણસ શબ્બીર શેખ નામના માણસે એન્જીન ઓઇલના કાર્ટુન ભરી આપેલ છે અને સેલંબા ખાતે ઓટોપાર્ટની દુકાન ધરાવતા કલ્પેશ વિમલચંદ જૈનનીની દુકાને પહોંચતા કરવાના હોવાની કેફીયત આધારે માણેક એસ્ટેટ ખાતે રેઇડ કરતા નુશરત મહેંદી ઉર્ફે નૌશાદ ભોજાવાલા તથા તેના સાગરીત શબ્બીર સુલતાનભાઇ શેખનાએ  સદર ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવવાની મીની ફેકટરી ચલાવતા હોય જે ગોડાઉન નુશરતમહેંદી ઉર્ફે નૌશાદ ભોજાવાલાની માલીકીનું હોય જે ગોડાઉનમાં હીરો, હોન્ડા, કેસ્ટ્રોલ, સર્વો જેવી બ્રાન્ડેડ કંપનીઓના નામના એન્જીન ઓઇલના ડબ્બાના કાર્ટુન તથા બ્રાન્ડેડ કંપની સ્ટીકરો તથા માર્કાઓ તેમજ બારકોડ સ્ટીકરો, બાકરોડ સીલ તેમજ ઢાંકણા તથા પ્રિન્ટ છાપવાની મશીનરી તેમજ ડબ્બા સીલ કરવાની મશીનરી કરી હતી.

(3:36 pm IST)