Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

સુરત હીરા બજારમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : 3 વેપારી, 7 દલાલ સહિત 12 ધંધાર્થીનાં મોત

હીરા ઉદ્યોગના 1600 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ:31 જુલાઈ સુધી ફરી મીની, ચોક્સી હીરા બજાર બંધ

 

સુરતઃ સમગ્ર રાજ્યમાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે. ત્યારે એવામાં દિવસે ને દિવસે રાજ્યમાં કોરોનાનાં કેસ 900ને પાર જતા જોવા મળી રહ્યાં છે. અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના સંક્રમણ સતત વધતુ જાય છે. જેનાં કારણે શહેરનાં વરાછા મીની હીરા બજાર સાથે સંકળાયેલા 3 વેપારી, 7 હીરા દલાલ અને અને 2 પાનની દુકાનવાળા સહિત 12 ધંધાર્થીઓએ ગત 20 દિવસમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાનો પ્રકોપ દિવસે ને દિવસે સતત વધતો જઇ રહ્યો છે. એવામાં સોમવારે દક્ષિણ ગુજરાતમાં કોરોનાનાં વધુ 284 કેસ સામે આવ્યાં હતાં. જ્યારે 11 દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટ્યાં હતાં. દક્ષિણ ગુજરાતમાં કોરોનાનાં સૌથી વધુ 209 કેસમાં સુરત શહેરમાં અને જિલ્લામાં 75 કેસ નોંધાયા હતાં. જ્યારે સુરત શહેરમાં 10 દર્દીઓ મોતને ભેટયાં હતાં.

  અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ બાદ સુરતમાં હવે સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઇ કાલનાં તા. 20 જૂલાઇની સાંજનાં આંકડાઓની વાત કરીએ તો સુરતમાં 284 નવા કોરોનાનાં કેસ નોંધાયા હતાં. જેમાં સુરત કોર્પોરેશનમાં 209 અને સુરત જિલ્લામાં 75 કેસ નોંધાયા હતાં. સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 9,978 પહોંચ્યો હતો. શહેરમાં ગઇ કાલે 266 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. જેથી સ્વસ્થ થયેલા કુલ દર્દીઓનો આંકડો 6,890 પહોંચ્યો હતો. સુરતમાં 10 દર્દીઓનાં ગઇ કાલે મોત થતા કુલ 271 દર્દીનાં મૃત્યુ થયા છે. જ્યારે સુરતમાં કુલ 2816 એક્ટિવ કેસ છે.

(10:47 pm IST)