Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ગાંધીનગર: લોકડાઉનના કારણોસર આર્થિક મંદીથી કંટાળી રિક્ષાચાલકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

ગાંધીનગર:કોરોનાના કારણે અપાયેલા  લોકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ચુકી છે ત્યારે શહેર નજીક મગોડીના રીક્ષાચાલકે લોકડાઉનમાં વ્યાજના હપ્તા નહીં ભરતાં વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું ભરી આપઘાત કર્યો હતોકોરોનાના કપરા કાળે સરકાર નહીં પરંતુ લોકોની આર્થિક સ્થિતિ ઉપર સીધી અસર પાડી છે આવી સ્થિતિમાં પણ વ્યાજખોરો હપ્તા લેવાનું ચુકયા નહોતા. ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા મગોડી ગામમાં રહેતા અને રીક્ષાચાલક એવા રાજુભાઈ કાળાભાઈ રાવળે શુક્રવારે સાંજના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેમના પરિવારજનો તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં રાજુએ પરિવારજનોને કહયું હતું કે લોકડાઉનના કારણે ગામના રાજુભાઈ મફતભાઈ રબારી અને જયેશભાઈ શામજીભાઈ રબારી પાસેથી વ્યાજે લીધેલા રૃપિયાના હપ્તા ભરી શકયો નહોતો. જેના કારણે તેઓ મારવાની ધમકી આપતાં હતા અને ગાળાગાળી પણ કરતાં હતા. જેથી કંટાળીને તેણે ઝેરી દવા પી લીધી છે. ત્યારબાદ રાજુનું મોત થયું હતું. જેથી મામલે તેના ભાઈ અજય કાળાભાઈ રાવળે ચિલોડા પોલીસ મથકમાં બન્ને વ્યક્તિઓ સામે આપઘાતના દુષ્પ્રેરણની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(7:40 pm IST)