Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

હવે સાબરકાંઠામાં પણ ડોકટરની લંપટલીલા :પત્નીએ તબીબ પતિને પ્રેમિકા સાથે ક્વાર્ટરમાં રંગેહાથ ઝડપ્યો

બહારથી તાળું મારીને મહિલા હેલ્પલાઇન અને પોલીસને જાણ કરી

 

વડોદરાના અનગઢમાં ક્લિનિક ધરાવતા વડોદરાના ડોક્ટર પ્રતિક જોશીની લંપટલીલા બાદ હવે સાબરકાંઠામાં પણ આવો કિસ્સો બહાર આવ્યો છે એક મહિલાએ પોતાના ડોક્ટર પતિને તેની પ્રેમિકા સાથે ઝડપી પાડ્યો હતો. સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ યુવતી અને તેના પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો.

  અંગેની વિગત મુજબ સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલા મેડિકલ કોલેજના ક્વાર્ટરમાં પત્નીએ પતિને તેની પ્રેમિકા સાથં રંગેહાથ ઝડપથી લીધો હતો. ડોક્ટર તેમજ તેની પ્રેમિકા ક્વાર્ટરમાં અંદર હતા ત્યારે પત્નીએ બહારથી તાળું મારી દીધું હતું. બાદમાં અંગેની જાણ મહિલા હેલ્પલાઇન અને પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ડોક્ટર અને તેની પ્રેમિકાની અટકાયત કરી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરાના પ્રતિક જોશી નામના ડોક્ટરની તેમના ક્લિનિકમાં કામલીલાના વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. પ્રતિક જોશી પોતાના ક્લિનિકમાં સારવાર માટે આવતી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે કામલીલા આચરતો હતો.

 ક્લિનિકના કમ્પાઉન્ડરે અંગેનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરીને ડોક્ટર પાસે પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. ડોક્ટરે પૈસા આપવાનો ઇન્કાર કરી દીધા બાદ તેણે વીડિયો ગામના માથાભારે તત્વોને આપી દીધા હતા. બાદમાં વીડિયો વાયરલ થયા હતા. પ્રકરણમાં એક મહિલાએ ડોક્ટર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસમાં ડોક્ટર, કમ્પાઉન્ડર સહિત વીડિયો વાયરલ કરનાર ત્રણ લોકોની ધરપકડ કરી છે.

(11:58 pm IST)