Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

નડિયાદમાં પાસપોર્ટ એજન્ટની ઓફિસમાં નશો કરતા 15 નબીરાઓની રંગે હાથે ધરપકડ

ખેડા: જીલ્લા સહિત ગુજરાતભરમાં છૂપી રીતે દારૃનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. સાથે સાથે અનેક જગ્યાએ પાર્ટી યોજી લોકો દારૃની મહેફીલ માણતા હોય છે. નડિયાદમાં એસ.પી. કચેરીની સામે આવેલ એક પાસપોર્ટ એજન્ટની ઓફીસમાં દારૃની મહેફીલ માણતા ૧૫ નબીરાઓને પોલીસે  રંગેહાથ ઝડપી લીધા છે. આ દરેક વ્યક્તિઓ સામે શહેર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

નડિયાદ શહેરમાં આવેલ એસ.પી. કચેરીની સામે પાસપોર્ટ એજન્ટની ઓફીસ આવેલી છે. આ ઓફીસનું સંચાલન જયેશ પંચાલ નામના વ્યક્તિ કરે છે.  આ ઓફીસની પાછળની ખુલ્લી જગ્યામાં ગત્ રોજ મોડી રાત્રે બર્થ ડે પાર્ટી હતી. શહેરના નાના કુંભનાથ રોડ ઉપર રહેતા હિતેશભાઇ મનહરભાઇ સોનીએ આ જગ્યાએ પોતાની બર્થડે પાર્ટીનું આયોજન કર્યુ હતું.

જે દરમ્યાન દારૃની મહેફીલની રંગત જામતા નશામાં ચકચૂર લોકો કીલકારીયો કરી શોર મચાવતા હતા. આથી આસપાસના સ્થાનિકોએ આ અંગે  નડિયાદ શહેર પોલીસને ખાનગી રાહે જાણ કરી હતી. તેથી પોલીસે મોડી રાત્રે ઉપરોક્ત પાસપોર્ટ ઓફીસમાં છાપો માર્યો હતો. જ્યાંથી પંદર લોકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. 

(6:27 pm IST)