Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ખંભાતના રોહિણીમાં ગાય લાવવાની ના કહેતા પતિ અને ભત્રીજાએ પરિણીતાને માર માર્યો

ખંભાત: તાલુકાના રોહિણી ગામે ગાય લાવવાની ના પાડનાર પરિણીતાને તેના પતિ અને ભત્રીજાએ માર મારતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ફરિયાદી મેઘાબેનને તેના સાસુએ ગાય લાવવાનું કહેતા મેઘાબેને ના પાડી હતી કે અત્યારે અમારે ગાય લાવવી નથી. જેથી પતિ રાઘુભાઈ ગગુભાઈ ભરવાડ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને વાળ પકડી નીચે પાડી દઈને કાનમાં હથોડી મારી દીધી હતી. ત્યારબાદ ગડદાપાટુનો માર માર્યો હતો જેથી તેણીએ ફોન કરીને નગરા ગામેથી ભાઈને બોલાવતા રણછોડભાઈ ધનાભાઈ, ભગાભાઈ વેલાભાઈ તથા કાળુભાઈ ભલાભાઈ આવી ચઢ્યા હતા જેમને પણ ગમે તેવી ગાળો બોલીને ભત્રીજો કિશનભાઈ સાજણભાઈ ભરવાડ લાકડી લઈને મારવા ફરી વળ્યો હતો. 

(6:26 pm IST)