Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ખેડા પોલીસે નડિયાદ ટાઉનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા આરોપીને રંગે હાથે ઝડપ્યો

ખેડા:પેરોલ ફર્લો સ્કવોડ ખેડા પોલીસે નડિયાદ ટાઉનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડેલ છે. 
પેરોલ ફર્લો સ્કવોડ ખેડા પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી ધીરજ ઉર્ફે અજય અશોકભાઈ શેખ (રહે. ડભાણરોડ, નડિયાદ) મીલ રોડ પરથી પસાર થનાર છે જેથી પેરોલ ફર્લો સ્કવોડ પોલીસે આરોપી ધીરજ ઉર્ફે અજય અશોકભાઈ શેખની ધરપકડ કરી નડિયાદ ટાઉન પોલીસને સોંપ્યો હતો. 

(6:25 pm IST)