Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

તિથલના દરિયા કિનારે લાઈફ જેકેટ સાથે લાપતા ક્રુ મેમ્બરોના ચાર મૃતદેહો મળ્યા

જિલ્લા ડી એસપી સહિત પોલીસ નો કાફલો દરિયા કિનારે પહોચ્યાં

વલસાડ : તાઉ-તે વાવાઝોડુ ગુજરાત રાજ્યમાં વિનાશ વેરી ગયું છે. રાજ્યમાં હજુ પણ તેના વિનાશની નિશાનીઓ જોવા મળી રહી છે. ગત 17 મે ના રોજ રાત્રે 8 થી 9.30 વચ્ચે વાવાઝોડુ ગુજરાતનાં ઉના અને મહુવા વચ્ચે ટકરાયું હતું. અને રાજ્યમાં માત્ર વિનાશ વેર્યો હતો. આજે વાવાઝોડાને 6 દિવસ જેટલો સમય વીતી ગયો છે. છતાય હજુ રાજ્યમાં તેની વિનાશક્તાની નિશાનીઓ જોવા મળી રહી છે

વલસાડ જિલ્લાના તિથલ અને નાની ભાગલ ગામેના દરિયા કિનારેથી લાઈફ જેકેટ સાથે 4 મૃતદેહો મળી આવ્યા છે. વાવાઝોડાની ઘટનામાં લાપતા ક્રુ મેમ્બરોની મળી લાશો હોવાનું જાણવા છે.

ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા ડી એસપી સહિત પોલીસનો કાફલો દરિયા કિનારે પહોચી ગયો હતો. શિપમાં કામકર્તા ક્રૂ મેમ્બરો ના પહેરેલ કપડાં સાથેની લાશો મળી આવી છે. હાલમાં તો પોલીસે આ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ગામોમાં કિનારે પણ તપાસ હાથ ધરવા માં આવી છે.

(7:46 pm IST)