Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મોડાસા મ.લા.ગાંધી ઉ.કે.મંડળ સહિત તમામ કોલેજ પરિવાર દ્વારા રૂ.3.91 લાખનો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ

( પ્રભુદાસ [પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: ગુજરાત હાલમાં કોરોનાની મહામારીથી સંક્રમિત થયેલ છે. તે સમયે મુખ્યમંત્રી રૂપાણીની અપીલના અનુસંધાને મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ કૉલેજ પરિવારના હોદેદારો, પ્રિન્સીપાલશ્રીઓ  અને સ્ટાફમિત્રોના સહયોગથી મુખ્યમંત્રીના રાહત ફંડ માં રૂ.૩,૯૧,૮૬૭/- ની રકમ નો ચેક અરવલ્લી જિલ્લા ના કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદ કર ને મંડળ ના પ્રમુખ નવીનચંદ્ર મોદી, ઉપપ્રમુખ સુભાષભાઈ, મહેન્દ્રમામા, ડોક્ટર ઘનશ્યામ ભાઈએ કૉલેજ પરિવાર વતી સુપ્રત કરેલ છે.

(8:08 pm IST)