Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અલ્પેશ ઠાકોરનું કદ વધ્યું એટલે સસ્પેન્ડ કરવાની કોશિશ :લોકસભા ચૂંટણી પ્રચારથી મને દૂર રખાયો ;કોંગી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા

આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસના સાબરકાંઠાના ધારાસભ્ય હારે તો નવાઈ નહીં

અમદાવાદ ;કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ ન થયું હોવાથી કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ મુલાકાત કરી હતી. અશ્વિન કોટવાલની મુલાકાત બાદ બાયડના કોંગ્રેસના ધારાસભ્ય અને અલ્પેશ ઠાકોરના સમર્થક ધવલસિંહ ઝાલાએ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

  ધવલસિંહ ઝાલાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર સમાજના આગેવાન છે અને અલ્પેશ ભાઈનું કદ વધ્યું એટલા માટે તેમને સસ્પેન્ડ કરવાની કોશિશ કરાઈ છે. કોંગ્રેસ પર આક્ષેપ કરતા ધવલસિંહ ઝાલાએ કહ્યું “કોંગ્રેસે મને લોકસભાની ચૂંટણીના પ્રચારથી દૂર રાખ્યો હતો. અલ્પેશ ભાઈનું કદ વધ્યું એટલે તેમને સસ્પેન્ડ કરાવવાની કોશિશ થઈ રહી છે. આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસના સાબરકાંઠાના ધારાસભ્ય હારે તો નવાઈ નહીં. રાજેન્દ્રસિંહ ઠાકોર મારા મોટ ભાઈ જેવા છે છતાં હારે તો નવાઈ નહીં”

(10:55 pm IST)