Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અમદાવાદનાં નામાંકિત પાંચ ટ્યુશન ક્લાસીસને સીલ લગાવાયું :ત્રણ સામે તપાસ કાર્યવાહી

આડેધડ હોર્ડિંગ બેનરો લગાવતા મનપાની આકરી કાર્યવાહી : સેટેલાઈટ, જોધપુર, જીવરાજપાર્કના પાંચ ક્લાસીસને સીલ મરાયા

 

અમદાવાદમાં જાહેરમાં રોડ રસ્તામાં આડેધડ ગેરકાયદે હોર્ડિંગ્સ, બેનર લગાવનારા ટ્યુશન ક્લાસીસ સંચાલકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. એએમસીની માલિકીની જગ્યા પર પરવાનગી કે કોઇ મંજૂરી વગર હોર્ડિંગ કે બેનર લગાવી દેનારા ટ્યુશન ક્લાસીસના સંચલાકો આકરી કાર્યવાહી કરાઈ છે

  કોર્પોરેશનની કામગીરી અંતર્ગત સેટેલાઈટ, જોધપુર, જીવરાજપાર્કના પાંચ ક્લાસીસને સીલ મારવામાં આવ્યાં છે. તો અન્ય ત્રણ ક્લાસીસ સામે પણ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરુપ હોર્ડિંગ્સ, પોસ્ટર્સ, બેનર્સ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ ટ્યુશન ક્લાસીસ સંચાલકો દ્વારા ઠેરઠેર જાહેર રસ્તાઓ પર હોર્ડિંગ લગાવી દેવાયા છે. જે માટે હવે આવા ટ્યુશન ક્લાસીસ સામે એએમસીએ તવાઈ બોલાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાંચ ક્લાસીસને સીલ મારી દીધા છે. જ્યારે અન્ય ત્રણ ક્લાસીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(10:22 pm IST)