Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પલસાણાના માખિંગામાં આંબાવાડીના ચોકીદારની હત્યાનો ભેદ ઉકેલાયો સાથીદારોએ કર્યાનું ખુલ્યું :જમવાના બહાને માટે હોટલમાં લઇ ગયેલ

હત્યારાઓએ ચોકીદારની હત્યા બાદ આંબા પરથી ઉતારેલ રૂપિયા બે લાખથી વધુની કેરીની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

 

બારડોલીઃ પલસાણા તાલુકાના માખિંગા ગામે આંબાવાડીના ચોકીદારની હત્યાની ભેદ ઉકેલાયો છે હત્યારાઓ મૃતક ચોકીદારના સાથીદારો જ હોવાનું ખુલ્યું છે. હત્યારાઓ મૃતકને હોટેલમાં લઇ ગયા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

  બે ઇસમોએ ચોકીદારને સાથે જમવાના બહાને હોટલમાં લઇ ગયા હતા. અને ત્યારબાદ તેની હત્યા કરીને શેરડીના ખેતરમાં ફેંકી દીધી હતી. હત્યારાઓએ ચોકીદારની હત્યા બાદ આંબા પરથી ઉતારેલ રૂપિયા બે લાખથી વધુની કેરીની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

  મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખિંગા ગામમાં આંબાવળી આવેલી છે.જ્યાં ગત રોજ બે ઈસમોને ચોકીદારી માટે રાખવામાં આવ્યા હતા. મધરાત્રેબાઈક પર આવેલ બે ઈસમોએ સુરેન્દ્ર નામના યુવકને જમવાના બહાને લઇ ગયા હતા. અને બાદમાંએ સુરેન્દ્રને ત્યાં મૂકી બંને બાઈક સવાર ત્યાંથી ફરાર થઇ ગયા હતા . બાદમાં આંબા વાડીમાં મુકેલ કેરીની લૂંટ કરી ગયા હતા. વાડી પર જતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી. આંબા પરથી 240 કેરેટ જેટલી કેરી બેડી હતી અને ટેમ્પોમાં ભરેલૂ હતી. એ ટેમ્પો જોવા મળ્યો ન્હોતો.

તેમજ ચોકીદાર કરનાર સુરેન્દ્ર મેવાલાલ પણ જોવા મળ્યો ન્હોતો . જેથી આસ પાસ ખેતરમાં તપાસ કરતા શેરડીના ખેતરમાંથી સુરેન્દ્રનો હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો . જેથી તાત્કાલિક પલસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી

(10:18 pm IST)