Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મહેસાણામાં ભુગર્ભી ગટર ચેમ્બરો ઉભરાતા ગંદુ પાણી જાહેર માર્ગ પર રેલાયું: લોકોના સ્વાસ્થ્યને નુકશાન

મહેસાણા:શહેરની મધ્યામાં આવેલ બિલાડી બાગના દ્રારે જ ભુર્ભભી ગટર ચોકઅપ થતાં દુર્ગધ મારતું ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર રેલાયું છે. જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો હાડમારીઓનો સામનો કરી રહ્ય છે. મહેસાણા નગરપાલિકા હસ્તકનું ભુર્ગભ ગટર તંત્ર નધરોળ બન્યું હોવાની પ્રતિતિ નગરના રહેણાંક અને જાહેર માર્ગો પરત વારંવાર ઉભરાતી ભુર્ગભ ગટરો જોવાથી માલુમ પડે છે. ડ્રેમેજ ચેમ્બરો ચોકઅપ થવાના મામલે હાલ તો પાલિકાતંત્ર ની હાલત એક સાંધે નહી તેર તુટે જેવી સર્જાઈ છે. મંગળવારે મહેસાણા શહેરમાં જયાં બિલાડીબાગ,ટાઉનહોલડીસટ્રીકટ બેંકશૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે તેવા ભરચક વિસ્તારમાં બિલાડીબાગ આગળ જ ડ્રેમેજ ચેમ્બર ચોકઅપ થતાં ગટરનું ગંદુ પાણી ઉભરાઇ ને જાહેર રોડ ઉપર ફરી વળ્યું હતું. જેના લીધે રાહદારીઓ,બંગીચામાં આવતા સહેલાણીઓ અને વાહનચાલકો ત્રસ્ત બન્યા હતા.

(5:21 pm IST)
  • સુનાવણીની પ્રક્રિયામાં જાણી જોઇને વિલંબ કરવામાં આવે છેઃ અશ્વિન કોટવાલ: અલ્પેશ ઠાકોર સામેની દરખાસ્ત મામલે કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલ આજે ફરી પહોંચશે વિધાનસભાઃ અશ્વિન કોટવાલ વિધાનસભા સચિવ સાથે કરશે મુલાકાત access_time 11:31 am IST

  • યુકેની હાઈકોર્ટમાં વિજય માલ્યાનો આજે ચાલનારો કેસ મુલત્વી રખાયો છે : ન્યાયાધીશ ઉપલબ્ધ ન હોવાથી કેસ આજે મુલત્વી રહ્યો છે access_time 1:16 pm IST

  • પાકિસ્તાનની હાલત દયાજનક દૂધનો ભાવ ર૦૦ રૂપિયા લીટર : ૧ ડોલર સામે રૂપિયો ૧પ૪ થયો : તમામ ચીજ- વસ્તુઓના ભાવ આસમાને : ખાવા પીવાની ચીજો ગોળ, ખાંડ, માછલી, મસાલા, ઘી, ચોખા, દાળ, ઘંઉ મોંઘા થયા : મોંઘવારીનો બોંબ ફૂટયો access_time 4:02 pm IST