Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સુરત સીટની 124 રાઉન્ડમાં મતગણતરી :1500થી વધુ અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવશે

સવારથી પીપલોદ સ્થિત SVNIT કોલેજ કેમ્પસમાં સાત વિધાનસભા મુજબ અલગ અલગ હોલમાં મતગણના

ખાતે સુરત સીટની મતગણતરી :સુરતમાં લોકસભા ચૂંટણીની મતગણતરી થવાની છે. સુરત બેઠકની મતગણતરી પીપલોદ સ્થિત SVNIT કોલેજ કેમ્પસ ખાતેથી થવાની છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. અહીં સુરત લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તા ર મુજબ અલગ-અલગ હોલમાં કુલ 124 રાઉન્ડમાં આ મતગણતરી યોજાવાની છે.

મતગણતરી માટે કુલ 1500 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે. સાત વિધાનસભા મતદાર વિસ્તાતર મુજબ 14 ટેબલ મળી કુલ 98 ટેબલ તથા ટપાલ મતપત્ર માટે અલગ હોલમાં ચાર ટેબલ પર મતગણતરી હાથ ધરાવાની છે.સાત વિધાનસભા પ્રમાણે ઓલપાડ વિધાનસભામાં 31 રાઉન્ડ , સુરત પૂર્વમાં 16 રાઉન્ડે, સુરત ઉત્તરમાં 12 રાઉન્ડ, વરાછામાં 15 રાઉન્ડ , કરંજમાં 13 રાઉન્ડા, કતારગામ વિધાનસભામાં 21 રાઉન્ડ અને સુરત પશ્વિમ માટે 16 રાઉન્ડા મળીને કુલ 124 રાઉન્ડમાં મતગણતરી થવાની છે.

મતગણતરી સ્થળે પેરામિલિટ્રી ફોર્સના જવાનોને પણ તૈનાત રાખવામાં આવશે. અહીં સીસીટીવી કેમેરાથી તમામ ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં આવશે. જ્યારે મત ગણતરીના પાંચસો મીટર સુધીના દાયરામાં આવતા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિઓની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે

(12:51 pm IST)