Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઢસાના માંડવા પાસે કાર અકસ્માત :બે લોકોના કરૂણમોત :ત્રણ ઘાયલ

રેલવે પુલ પાસે કાર અકસ્માત સર્જાયો: , કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

બોટાદ :ઢસાના માંડવા પાસે કાર અકસ્માત સર્જાયો છે. જેમાં બો લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.

   માંડવાના પાસે આવેલા રેલવે પુલ પાસે કાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો.

   જેમાં કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ 108ની ટીમે ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડ્યા હતા.

(12:15 pm IST)
  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી સાથે ૨૬ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 4:07 pm IST

  • ચૂંટણીના પરિણામ બાદ હિંસાની આશંકા : ગૃહમંત્રાલયે તમામ રાજયોમાં એલર્ટ જારી કર્યુ તમામ રાજયોના ડીજીપી અને મુખ્ય સચિવને મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્તના આદેશ આપ્યા : સ્ટ્રોંગરૂમની સુરક્ષા વધારવા કહેવાયુ : મતગણતરી પહેલા જ સુરક્ષા તંત્રને એલર્ટ કરાયુ access_time 6:30 pm IST

  • આતંકી હુમલા છતા અમરનાથ યાત્રાનું આકર્ષણ યથાવત :રજિસ્ટ્રેશનમાં વધતી ભીડ :આતંકવાદીઓ સાથે પથ્થરાબાજો પણ યાત્રાને નિશાન બનાવવાની તૈયારીમાં :30થી 50 આતંકીઓ ઘુસી આવ્યાની પૃષ્ટિ access_time 8:29 pm IST