Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

વડોદરા: નજીવી બાબતે પિતાએ સાવકા પુત્રની કરપીણ હત્યા કરી

વડોદરા:શહેરા તાલુકાની જુનીસુરેલી ગામે સાવકા પિતાએ પુત્રના બેંક ખાતામાંથી નાણાં ઉપાડીને વાપરી નાખતા પુત્રે આ બાબતે સાવકા પિતાને કહેતા તે ગુસ્સામાં આવી ગયા હતા. ત્યારબાદ આ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં સાવકા પિતાએ પુત્રને શરીરના માથાના ભાગે લાકડી વડે જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. પુત્રને વડોદરા ખાતે સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. પોલીસે આ અંગે સાવકા પિતા સામે હત્યાનો ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

શહેરા તાલુકાના સુરેલી ગામના બારિયા ફળિયામાં રહેતા સુમિત્રાબેન નરવતભાઇ બારીયા વિધવા બન્યા હતા. સંતાનમાં બે પુત્રો હતા. તે સમયે સમાજના રિતિ રિવાજ મુજબ દિયરવટું કરીને સુમિત્રાબેનનુ લગ્ન તેમના દિયર રંગીતભાઇ સોમાભાઇ બારીયા સાથે કરવામાં આવ્યુ હતું. અજયની મોટર સાયકલના હપ્તાના પાંચ હજાર રૂપિયા ઉપાડીને વાપરી નાખવા બાબતે અજય અને તેના સાવકા પિતા રંગીતભાઇ બારીયા વચ્ચે ઝઘડો થયો હતો. અજયે તેના રૂપિયા પાંચ હજાર પરત માગતા રંગીતભાઇ ગુસ્સામાં આવી જઇને તેના ઉપર લાકડી વડે હુમલો કરી દેતા તેને શરીરના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તે સમયે સાવકા પિતાના મારથી બચવા માટે અજયે બુમાબુમ કરતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા.

(6:06 pm IST)