Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

નર્મદા જિલ્લામાં પૈસા ચૂકવીને આદિવાસી કન્યા પરણવા આવેલ બે જાનને પરત જવું પડ્યું

નર્મદા:જિલ્લામાં આદિવાસી દીકરીઓને બહારના જિલ્લાઓના બિન આદિવાસીઓ દ્વારા રૃપિયા ચૂકવીને પરણવાનું ચલણ છેલ્લા કેટલાક સમયથી ચાલી આવે છે. આ માટે કેટલાક દલાલો સક્રિય બન્યા છે. આવા જ બે અલગ અલગ બનાવોમાં સગીરાને પૈસા ચૂકવીને પરણવા આવેલ બે જાનને પાછી કાઢવામાં આવી હતી. નર્મદા જિલ્લાનાં અત્યંત ગરીબ આદિવાસી પરિવાર કે જેઓ દીકરીના લગ્ન પણ કરાવી શકતા નથી. તેવા પરિવારની દીકરીને સામેથી પૈસા આપીને એક રીતે ખરીદ કરીને બાદમાં પરણાવી દેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં સગીર બાળાઓનું પ્રમાણ સવિશેષ હોય છે. આવા જ બે કિસ્સા એક જ અઠવાડિયામાં સામે આવ્યા છે. જેમાં નાંદોદ તાલુકાના એક ગામમાં સગીર યુવતીને મહેસાણાથી પરણવા આવેલ વરરાજા સહિતની જાન અંગે જિલ્લા કલેકટરને ગામમાંથી જ કોઈએ જાણ કરતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અધિકારી ગામમાં ધસી જઈને જાન પાછી કાઢીને ચીમકી આપી હતી. જો કે મોડી સાંજે ફરીથી એક વાર આ જાન ફરી ગામમાં આવતાં પોલીસને જાણ થતાં જ પોલીસે ફરી બધાને પાછા કાઢી મંડપ છોડાવી નાંખ્યો હતો.

(6:04 pm IST)