Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ટોયોટા કિર્લોસ્કરે દેશભરમાં યારિસની ડિલિવરી શરૂ કરી

અમદાવાદઃ ટોયોટા કિર્લોસ્ટર મોટરે તેની વર્સેટાઈલ સેડાન યારિસને ભારતમાં લોન્ચ કરીને દેશભરમાં ગ્રાહકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. આ વર્ષની લાંબા સમયથી રાહ જોવાતી કાર યારિસ અદ્યતન અને આકર્ષક ડિઝાઈન, આરામદાયકતા, શાઈનિંગ રાઈડ કવોલિટી અને કવાઇટનેસ, સારી કાર્યક્ષમતા તથા પોતાના કલસામાં બેજોડ સુરક્ષા અને ટેકનોલોજીથી સજજ છે.

વન નેશન વન સેલિંગ પ્રાઈઝના વ્યૂહને આધારે યારિસ હવે રૂ.૮,૭૫,૦૦૦ થી રૂ.૧૪,૦૭,૦૦૦ની આકર્ષક રેન્જમાં દેશભરમાં સમાન કિંમતે ઉપલબ્ધ છે. સમગ્ર ભારતમાં એકસ- શોરૂમ સ્તરે કિંમત સમાન રહેશે. જો કે આખર કિંમત લોકલ રોડ ટેકસ અને ડ્યુટી મૂજબ રહેશે. આ વર્ષની શરૂઆતમાં ઈન્ડિયા ઓટો એકસપો ૨૦૧૮માં રજૂ કરાયેલી નવી સેડાન ચાર ગ્રેડ અને ૭ સ્પીડ સીવીટી (કન્ડિન્યુઅસ વેરિએબલ ટ્રાન્સમીશન) અથવા ૬ સ્પીડ એમટી (મેન્યુઅપ ટ્રાન્સમીશન) એન્જિનથી સજજ છે. ટોયોટાના કયુડીઆરના ખ્યાલને આધારે ડિઝાઈન કરાયેલ યારિસ ૧૧ ફર્સ્ટ- ઈન- સેગમેન્ટ વિશેષતાઓ ઓફર સાથે પાવર ડ્રાઈવીંગ સીટ, ૭ એસડીઆર એરબેગ્સ, જેવી સુવિધાઓ છે.

(3:47 pm IST)