Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

અંકલેશ્વર; ભત્રીજીને આશીર્વાદ આપીને કાકાએ લગ્નમંડપમાં પોતાને શરીરે આગ ચાંપી : દોડધામ

અંકલેશ્વર પંથકમાં ભત્રીજીના લગ્ન વેળાએ કાકાએ અચાનક પોતાના શરીરે આગ ચાંપી દેતા દોડધામ મચી જવા પામી હતી આ અંગેની વિગત મુજબ અંકલેશ્વર નજીકના હાંસોટ તાલુકામાં ધમરાડ ગામ ખાતે રહેતા 55 વર્ષીય સના રાઠોડ સોમવારે સાંજે ગામમાં પોતાના ભાઈની દીકરીના લગ્ન ચાલી રહ્યા હતા તે દરમિયાન ભત્રીજીને આર્શિર્વાદ આપ્યા બાદ મંડપ બાજુમાં જઈ અચાનક પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી દીધી હતી. ભડકે બળવા લાગતા મંડપમાં દોડધામ પછી જવા પામી હતી. 108 બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(2:23 pm IST)