Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સુરત સીટીઝન એંગેજમેન્ટ પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ

સુવિધાની સાથે શહેરો રહેવાલાયક બને અને લોકોની સુખાકારી વધે તે માટે સરકાર કટિબદ્ધ : વિજયભાઈ રૂપાણી

આ આઇલેબમાં ભારત સરકારની અટલ ઇનોવેશન મિશન હેઠળ અટલ ઈંક્યુબેશન સેન્ટરની સ્થાપના માટે ભારતભરમાંથી ૨૬૦૦ અરજી આવી હતી. જેમાંથી સુરતી આઇલેબ પ્રથમ ૨૦માં આવી છે.

સુરત : સ્માર્ટ સીટી અંતર્ગત સુરત સીટીઝન એંગેજમેન્ટ પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરાઈ હતી જેના મારફતે લોકોના અભિપ્રાયો મ્યુનિસિપલ તંત્રને મળશે. આ જ કાર્યક્રમ હેઠળ સુરત મની કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા હતા. જેના થકી સુરત મનપાની વિવિધ સેવાઓના ઉપયોગ સાથે પેમેન્ટ એક જ કાર્ડથી કરી શકાશે.

   સુરત સ્માર્ટ સીટી અને સ્ટાર્ટ અપ ફેસ્ટિવલમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલ ૪૮% અર્બન પોપ્યુલેશન થઈ ગયું છે અને હજી ભવિષ્યમાં અર્બનાઇઝેશન વધવાનું છે. સુરત વર્લ્ડ કલાસ સિટીની રેસમાં આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પ્રાથમિક સુવિધાની સાથે સાથે શહેરો રહેવાલાયક બને અને લોકોની સુખાકારી વધે તે માટે પણ સરકાર કટિબદ્ધ છે. સુરતને અત્યાર સુધી સ્માર્ટ સીટી,બ્રિજ સીટી,ડાયમંડ સીટી કહેવાય છે, પણ છેલ્લા ૨૦ વર્ષમાં સુરતમાં ઘણો બદલાવ આવ્યો છે. ત્યારે આવનારી પેઢીમાટે સ્ટાર્ટ અપ ઇનોવેશન લાવીને તેમને વધુમાં વધુ સુવિધાઓ આપવા નવી ટેકનોલોજી લાવવી જોઈએ.

(8:48 am IST)