Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ડેડીયાપાડાના નાની બેડવાણમાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી. બી.,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લામાં કોરોના મહામારીના કપરા સમય દરમીયાન બોગસ સરતીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના મળતા એમ.બી ચૌહાણ,ઇં.ચા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા એ સ્ટાફના માણસો સાથે પી.એચ.સી ગોપાલીયાના ડો.ભાવીનભાઇ વસાવાને સાથે રાખી નાની બેડવાણ , બજાર ફળીયું તા.ડેડીયાપાડા ખાતે રેડ કરતાં ભગીરથ ફની બીસ્વાસ રહે- નાની બેડવાણ બજાર ફળીયું , તા - ડેડીયાપાડા જી - નર્મદા મુળ રહે- જંગલથોરી થેર, ( ઉત્તરાખંડ ) નાનો દવાખાનું ચલાવતો હોવાનુ જણાઇ આવતા તેને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ માં સંતોષકારક જવાબ ન આપતા એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે રૂ. ૩૮,૯૭૬  ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડેડીયાપાડા પોસ્ટ ખાતે સોપવામાં આવેલ છે

(10:27 pm IST)
  • કલેકટરની અપીલ : હળવા લક્ષણ ધરાવતા લોકો રેમડેસીવીર ઈન્જેકશનનો આગ્રહ ન રાખે : રાજકોટના ડોકટરો પણ ખોટુ દબાણ ન લઈ આવે : એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય એટલે ગભરાવવાની જરૂર નથી : ખોટી રીતે ઈન્જેકશન ન મેળવે : ડોકટરો પણ લોકોના દબાણથી થાકીને ઈન્જેકશન લખી આપે છે : રાજકોટમાં ફેબી ફલુ ટેબ્લેટનો પૂરતો સ્ટોક છે : સિવિલમાં ઓકિસજન જરૂરીયાતવાળા ૨૫૦ જેટલા ગંભીર દર્દીઓ છે : પગાર વધારા થયા બાદ ડોકટરો અને સ્ટાફ વધવા માંડ્યો છે : ૨ થી ૩ દિવસમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ટેલી મેડીશ્યન અને ટેલી મેન્ટરી સેવા પણ ચાલુ થઈ જશે : રાજકોટમાં ઓકિસજનની અછત છે પણ અમે મગાવી રહ્યા છીએ : કેન્સર કોવિડ હોસ્પિટલમાં ૨૦ બેડ વેન્ટીલેટર વાળા ચાલુ થઈ ગયા છે : સિવિલ બેડ કૌભાંડમાં પોલીસ તપાસ કરી રહી છે : જે કોઈ જવાબદાર હશે એને અમે નહિં મૂકીએ : કલેકટર રેમ્યા મોહનની પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત access_time 12:42 pm IST

  • રાજયમાં કોરોનાની સારવાર માટે નવી ગાઈડલાઈન જાહેર : કેટલાક કલીનીકલ પ્રોટોકોલમાં ફેરફાર જાહેર કર્યા : ગુજરાત સરકારની એકસપર્ટ ડોકટરોની પેનલે આજે કોરોના માટેની સારવારમાં આઈવરમેકટીન અને ફેવીપીરાવીર મેડીસીનનો ઉમેરો જાહેર કર્યો છે : હવે કોરોના માટેની સારવારમાં ઉપરની બે દવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત સરકારે નવી કલીનીકલ પ્રોટોકોલ મેનેજમેન્ટ જાહેર કર્યાનું ડો.શાહએ જાહેર કર્યુ છે : તેમણે બીનજરૂરી દવા નહિં લેવાનું પણ કહ્યુ છે, અન્ય રાજયોના પ્રોટોકોલની ગાઈડલાઈનનો અભ્યાસ કર્યા પછી તથા ટાસ્ક ફોર્સ અને તજજ્ઞો સાથે ચર્ચા કરી નવી ગાઇડલાઈન જાહેર થઈ છે access_time 6:09 pm IST

  • રાજકોટમાં ૩ નવી હોસ્પિટલો શરૂ થવા આડે ઓકિસજનનું ગ્રહણઃ હમણાં શરૂ નહીં થાય : રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે ૩ ખાનગી હોસ્પિટલો શરૂ થવાની હતી પરંતુ ઓકિસજનની અછતના પરિણામે આ હોસ્પિટલો શરૂ થઇ શકી નથીઃ ઓકિસજનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ થયે આ હોસ્પિટલો શરૂ થશે તેવું જાણવા મળે છે access_time 4:02 pm IST