Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કુમસગામ બસ સ્ટેન્ડ પાસે માસ્ક વિના બેસી જાહેરનામાનો ભંગ કરતા 5 ને આમલેથા પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના કુમસગામના બસ સ્ટેન્ડ પાસે માસ્ક વગર એકઠા થયેલા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આમલેથા પોલીસ જાહેરનામા અંગેના ચેકીંગમાં હતી એ સમયે કુમસગામ બસ સ્ટેન્ડ પર જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઈ બેસી રહી જાહેરનામાનો ભંગ કરતા સાહિલભાઇ મનુ ભાઇ વસાવા, ચિરાગભાઇ શનાભાઇ વસાવા, અશ્વિન ભાઇ હરિલાલ વસાવા, હરિશભાઈ રમણભાઇ ભાઇ વસાવા અને રાધવભાઇ રવિન્દ્રભાઇ વસાવાને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:20 pm IST)
  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ ફરી જોર પકડ્યું : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 697 અને ગ્રામ્યના 65 કેસ સાથે કુલ 762 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • ચોરનું હૃદય પરિવર્તન : મને ખબર નહોતી કે બોટલમાં વેક્સીન છે : માફી માંગુ છું : હરિયાણાની હોસ્પિટલમાંથી ચોરાયેલી 440 વેક્સિનની બોટલ ચોર પાછી મૂકી ગયો access_time 8:02 pm IST

  • સુપ્રીમના ૪ જજને કોરોના વળગ્યો : સુપ્રીમકોર્ટના ૪ ન્યાયાધીશોને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી access_time 11:31 am IST