Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

અભિનેતામાંથી નેતા બનેલા પરેશ રાવલ અને મનોજ જોશીના બગડેલા બોલ :કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ

પરેશ રાવલે ચોરના પેટના, બાયલા, નપુંસક, ડોબા, નમાલા શબ્દોનો ઉપયોગ કર્યો

 

સુરત: ચુંટણીમાં નેતાઓના બગડેલા બોલ સતત સાંભળવા મળી રહ્યા છે, અવ્યવહારિક, અપશબ્દો સતત નેતાઓ પોતાના ભાષણોમાં બોલી રહ્યા છે. જેમાં અભિનેતાઓ માંથી નેતા બનેલા અને સુરતમાં પ્રચાર અર્થે આવેલા અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ચુંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. 

કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકાએ જીલ્લા કલેકટર અને જીલ્લા મુખ્ય ચુંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતા કહ્યું છે કે, પરેશ રાવલ દ્વારા ચોરના પેટના, બાયલા, નપુંસક, ડોબા, નમાલા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, સાથે એમ પણ કહ્યું હતું કે, 15 લાખની વાત કરે તેને જોડું મારજો, અને પછી પહેરતા નહીં કારણ કે તે ગંદુ થઇ ગયું હતું 

આમ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનું અપમાન કર્યું છે, તો મનોજ જોશીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પ્રધાનમંત્રી તો શું, પણ કોર્પોરેટર બનવાને લાયક પણ નથી. આ સાંસદનું અપમાન કરનારા શબ્દો વાપર્યા હતા. આ મામલે ચુંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે, સાથે કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવશે.

(1:02 am IST)