Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

26મીએ વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જીવન આધારીત મહાપ્રભુજી ફિલ્મ સયાજીનગર ગૃહમાં બતાવશે

વૈષ્ણવ યુવા સંગઠન, નિઝામપુરા દ્વારા શો નું આયોજન :મહાપ્રભુજીનો અભિનય વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે કર્યો

 

વડોદરા :વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જીવન પર આધારીત મહાપ્રભુજી ફિલ્મ તા.26 મીએ રાત્રે 8-30 કલાકે સયાજીનગર ગૃહમાં બતાવવાનું આયોજન વૈષ્ણવ યુવા સંગઠન, નિઝામપુરા દ્વારા કરાયું છે ફિલ્મમાં મહાપ્રભુજીનો અભિનય વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે કર્યો છે.

   રાધિકા ફિલ્મ એન્ડ વિઝનટેક પ્રા.લિ. દ્વારા નિર્મિત મહાપ્રભુજી ફિલ્મ અંગે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે જણાવ્યું હતું કે, ફિલ્મના શુટિંગ પૂર્વે હું વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો સર્વોત્તમ સ્ત્રોત્રનો પાઠ કરતો હતો. તે બાદ શુટીંગ કરતો હતો. હું કોઇ અભિનેતા નથી. પરંતુ, વૈષ્ણવોને મહાપ્રભુજીના જીવન ચારિત્ર્ય અંગેની માહિતી ફિલ્મ દ્વારા મળે તેવા મુખ્ય આશય સાથે મેં ફિલ્મમાં અભિનય કર્યો છે. ફિલ્મ મનોરંજન માટે નહિં. પરંતુ, મહાપ્રભુજી ફિલ્મ દ્વારા મહાપ્રભુજીના જીવન વિષે લોકોને માહિતગાર કરવાનો છે.

   ફિલ્મને થિયેટરોમાં પણ રિલીઝ કરવાની નથી. ફિલ્મ હોલમાં વેષ્ણવોને બતાવવામાં આવનાર છે. આગામી દિવસોમાં 18 જેટલા સ્થળે ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છેટુક સમયમાં હિન્દી બાદ અંગ્રેજી શીર્ષક સાથે પણ ફિલ્મ જોવા મળશે. ફિલ્મના વિદેશમાં પણ પ્રીમિયર યોજાઈ ગયા છે. અન્ય હુજી વિદેશના અન્ય શહેરમાં બતાવવાનો પ્રયાસ હાથ ધરાશે. અગાઉ બોડેલી, પાદરા, હાલોલ, નડિયાદ અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં ફિલ્મ બતાવવામાં આવી છે. ફિલ્મ અંગેની પુરક માહિતી ફિલ્મના ડાયરેક્ટર અજય શાહ અને દવે એકેડમી પ્રા.લિ.ના ચિરાયુ દવેએ પૂરી પાડી હતી

 

(9:57 pm IST)
  • વડાપ્રધાન મોદીના તા. 25 એપ્રિલે વારાણસીમાં થનાર મેગા રોડ શો માટે આજથી ભાજપે વારાણસીમાં ઘરે ઘરે જઈને રોડ શોમાં આવવાનું આમંત્રણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે : અમિતભાઇ પણ આ રોડ શોમાં હાજર રહેશે અને બીજા દિવસે નરેન્દ્રભાઈ સાથે લોકસભા ચૂંટણીનું નામાંકન પત્ર ભરતી વખતે પણ વડાપ્રધાનની સાથે રહેશે : હવે સૌ કોઈની નજર કોંગ્રેસ પર કેન્દ્રિત થઈ છે કે પ્રધાનમંત્રી મોદીની સામે કોંગ્રેસ કોને ચૂંટણી લડાવશે? access_time 9:04 pm IST

  • રાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST

  • વારાણસીમાં નરેન્દ્રભાઈ સામે પ્રિયંકા ગાંધી જુકાવી રહ્યાની જોરશોરથી ચાલો રહી છે ચર્ચા : કોંગ્રેસ જબ્બરદસ્ત દાવ ખેલવાની તૈયારીમાં : દેશભરમાં ભારે ઉત્તેજના : સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ શક્ય access_time 9:13 pm IST