Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

નડિયાદના મોટા પોરમાં એક મકાનમાં અચાનક આગ ભભૂકી ;ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પહોચી

 

નડિયાના મોટા પોર વિસ્તારમાં આવેલા મકાનમાં ભીષણ આગ લાગી છે. ધીમે ધીમે આગે આખા ઘરને  ઝપેટમાં લઇ લીધું હતું. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં એક પછી એક એમ ત્રણ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ઘટનામાં કોઇ જાનહાની થઇ

   મળતી માહિતી પ્રમાણે નડિયાદના મોટા પોરના રહેણાંક વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને આખું મકાન આગની લપેટમાં આવી ગયું હતું 

(9:48 pm IST)
  • ઇન્દોરમાં સ્વાઈનફ્લૂનો હાહાકાર ;ગરમીના દિવસોમાં પણ સ્વાઈનફ્લૂનો ફૂફાડો : દર બીજા દિવસે એક દર્દીનું મોત : 35 વર્ષીય મહિલાના મોટ બાદ આ ઘાતક બીમારીથી મૃતકોની સંખ્યા વધીને 60 ના આંકે પહોંચી : છેલ્લા સાડા ત્રણ મહિનામાં સ્થાનિક હોસ્પિટલમાં 206 સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા access_time 1:04 am IST

  • ક્રુડના ભાવ વધારાની અસરઃ સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ ડાઉન : ક્રુડના ભાવ વધારાએ શેર બજારની તેજીને બ્રેક લગાવી ર.૧પ કલાકે સેન્સેકસ ૩૧૦ પોઇન્ટ ઘટીને ૩૮૮૩૦ અને નીફટી ૧૦૮ પોઇન્ટ ઘટીને ૧૧૬૪૪ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.પર ઉપર ટ્રેડ કરે છે. access_time 3:53 pm IST

  • વડાપ્રધાન મોદીના તા. 25 એપ્રિલે વારાણસીમાં થનાર મેગા રોડ શો માટે આજથી ભાજપે વારાણસીમાં ઘરે ઘરે જઈને રોડ શોમાં આવવાનું આમંત્રણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે : અમિતભાઇ પણ આ રોડ શોમાં હાજર રહેશે અને બીજા દિવસે નરેન્દ્રભાઈ સાથે લોકસભા ચૂંટણીનું નામાંકન પત્ર ભરતી વખતે પણ વડાપ્રધાનની સાથે રહેશે : હવે સૌ કોઈની નજર કોંગ્રેસ પર કેન્દ્રિત થઈ છે કે પ્રધાનમંત્રી મોદીની સામે કોંગ્રેસ કોને ચૂંટણી લડાવશે? access_time 9:04 pm IST