Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કઠલાલ તાલુકા નજીક બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં એકનું કમકમાટી ભર્યું મોત: એક ઈજાગ્રસ્ત

કઠલાલ:તાલુકાના સોનપુર ટોલપ્લાઝા નજીકમાં રહેતાં લ-મણભાઈ હુકાભાઈ પરમાર ગત શુક્રવારના રોજ મોડી સાંજના સમયે ઘરેથી ખેતરમાં જવા નીકળ્યાં હતાં. તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક રસ્તો ઓળંગતી વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે આવી રહેલાં બાઈક નં. જીજે ૧૮ સીએમ ૬૨૭૧ના ચાલકે લ-મણભાઈને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યાં હતાં. આ બનાવની જાણ થતાં તેમના પુત્ર સંજયભાઈ તેમજ આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયાં હતાં. અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેઓને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જ્યાં તેઓનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સંજયભાઈ લ-મણભાઈ પરમારની ફરિયાદને આધારે કઠલાલ પોલીસે મોટરસાઈકલ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:43 pm IST)