Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

અમદાવાદમાં હાર્દિક પટેલની સભામાં મારામારી મામલે 150થી 200ના લોકોના ટોળા સામે સરકારે કરી ફરિયાદ

કૃણાલ પટેલનું પહેલા નિવેદન લેવાશે :50થી 200ના ટોળા અને પકડાયેલા 5 લોકો સામે ફરિયાદ

અમદાવાદમાં હાર્દિક પટેલની સભામાં મારામારી મામલે સરકારે 150 થી 200 લોકોના ટોળા અને પકડાયેલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે શનિવારે રાતે અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભા દરમિયાન થયેલી મારામારી મામલે સરકાર તરફથી ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટના અંગે હાર્દિકની સભા માટે મંજૂરી લેનારા કૃણાલ પટેલનું નિવેદન લેવામાં આવશે. પોલીસનું કહેવું છે કે અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલના ગ્રૂપના લોકો વચ્ચે મારામારી સર્જાઇ હતી.

  અમદાવાદમાં હાર્દિક પટેલની સભામાં થયેલા હોબાળામાં સરકાર તરફથી ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સભાની મંજૂરી લેનારા કૃણાલ પટેલનું પહેલા નિવેદન નોંધવામાં આવશે, તથા મારીમારી કરનારા 150થી 200ના ટોળા અને પકડાયેલા 5 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.
  પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે હાર્દિક પટેલની સભામાં હોબાળો મચાવવા આવેલા પાંચ શખ્સો અલ્પેશ કથીરિયાના સમર્થકો હતા, જેઓ સુરતથી વિરોધ કરવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાતે હોબાળા બાદ પોલીસે વિરોધ કરવા આવેલા પાંચેય શખ્સોની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેઓને છોડી મૂક્યા હતા. હવે સરકારની ફરિયાદ બાદ ફરી આ પાંચેય શખ્સોની ધરપકડ કરવામાં આવશે
અલ્પેશના સમર્થક પાંચ શખ્સો અને સભામાં મારામારી કરનારા 150 લોકોના ટોળા સામે IPC 142,143, 147, 145,149, 323, 188,427 લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 127 મુજબ ગુનો નોંધાયો છે

(9:46 pm IST)