Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

પાલનપુર - આબુ રોડ પર ટ્રક્નું ટાયર ફાટતા પલ્ટી ખાઈ ગયું :ડ્રાયવરનો આબાદ બચાવ

સીરામીક પ્રોડક્ટ ભરીને આયશર ટ્રક હરિયાણા જતું હતું : ટ્રકનો આગળનો ગ્લાસ તોડી કૂદી જતાં ડ્રાઇવરનો બચાવ

પાલનપુરથી આબુરોડ જવાના રોડ પર આવેલ ગજાનંદ મોટર્સના શો રૂમ નજીક સિરામિક પ્રોડક્ટ ભરીને જતી ટ્રક પલટી ગઈ હતી. ટાયર ફાટતાં ટ્રક પલટી જતાં સિરામિક પ્રોડક્ટ રોડ પર વિખેરાઈ હતી.
  મળતી વિગતો મુજબ કડીથી હરિયાણા સેરા કંપનીના વોશ બેસિનના ટબ ભરીને જતો આયશર ટ્રકનું ટાયર ફાટતા અચાનક પલ્ટી મારી જવા પામ્યો હતો. જેને પગલે ટ્રક ડ્રાઇવર પવનકુમાર અચાનક ટ્રકનો આગળનો ગ્લાસ તોડી કૂદી જતાં ડ્રાઇવરનો સ્વ બચાવ થવા પામ્યો હતો.

(9:40 pm IST)