Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

મોડાસાના સાકરીયા પાસેની ફોરેસ્ટ નર્સરીમાં ભીષણ આગ :ફાયર ફાયટરો દોડ્યા

આગ ત્રણ કિલોમીટરમાં ફેલાયા અહેવાલ :પોલીસતંત્રને પણ એલર્ટ કરાયું

મોડાસાના સાકરીયા પાસે આવેલી ફોરેસ્ટ નર્સરીમાં ભીષણ આગ લાગી છે ફોરેસ્ટ નર્સરી પાસે આવેલા ખેતરમાં સાફ સફાઈ માટે ખેડૂતે તણખો મુકતા આગ લાગી હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યાં હહે આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા ફાયર દ્વારા કવાયત તેજ કરવામાં આવી હતી.

  મળતા અહેવાલ મુજબ આગ ત્રણ કિલોમીટરમા ફેલાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.

(9:03 pm IST)