Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

આરોગ્ય ક્ષેત્રે રોગ અટકાયતી પગલાં દ્વારા જન સુખાકારી હાંસલ કરી શકાશે : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

નેશનલ હેલ્થ મિશન અન્વયે રાજકોટ ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીની સમીક્ષા બેઠક યોજાઇ

રાજકોટ:રાજયના શિક્ષણમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં રાજકોટ ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીની બેઠક યોજાઇ હતી.

  નેશનલ હેલ્થ મિશન અન્વયે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીની બેઠકમાં મંત્રી ભુપેન્દ્રસિંહે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે, આવનારી વર્ષાઋતુના સમયમાં મહત્તમ રોગ અટકાયતી પગલાં લેવાથી જનસુખાકારી હાંસલ કરી શકાશે, ૧૦૮ની સેવા, મુખ્યમંત્રી અમૃતમ અને વાત્સલ્ય યોજના, મુખ્યમંત્રી નિઃશુલ્ક નિદાન યોજના, આરોગ્ય વિભાગના મકાનોઅને સ્ટાફ, જનની સુરક્ષા યોજના વગેરેની મંત્રીરી ભુપેન્દ્રસિંહ ચુડાસમાઅએ સમીક્ષા કરી હતી, અને રાજયના જરૂરતમંદ નાગરિકોને રાજયસરકારની આરોગ્ય વિષયક યોજનાઓનો મહત્તમ લાભ પહોંચાડવા પણ મંત્રીએ તાકીદ કરી હતી.

   બેઠકના પ્રારંભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીએ મંત્રી ભૂપેન્દ્રસિંહને આવકાર્યા હતા. જિલ્લાની આરોગ્ય વિષયક સુવિધાઓ  વિશે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

  પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ જિલ્લામાં અમલી બનેલ રાજય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અન્વયે થયેલી કામગીરીની વિગતો આ બેઠકમાં રજુ કરવામાં આવી હતી. બાળ મરણ અટકાવવા પ્રસૂતા માતાનો મૃત્યુ દર ઘટાડવા, કિશોરીઓમાં લોહતત્વનું યોગ્ય પ્રમાણ જાળવવા વગેરે પર મંત્રીશ્રી ચુડાસમાએ ખાસ ભાર મુકવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.

  આ બેઠકમાં આરોગ્યના વિભાગીય નાયબ નિયામક ડો.રૂપાલી મહેતા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પરમાર, જિલ્લા એપીડેમિક ઓફીસર ડો.એન.એમ. રાઠોડ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણાધિકારી ડો. એમ.આર.સગારકા,ચીફ ઓફીસર્સ, તાલુકા પંચાયત અને નગરપાલીકાના પ્રમુખો, આરોગ્ય શિક્ષણ તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(7:07 pm IST)