Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

DPEO સામે હાઇકોર્ટમાં કન્‍ટેમ ઓફ કોર્ટની અરજીથી ચકચાર

અમદાવાદ: રિટાર્યડ શિક્ષકો સહિતના પેન્શનર્સને તેમના અધિકારનુ વળતર આપવા હાઈકોર્ટે આદેશ કર્યા પછી સરકારે ત્રણ વર્ષથી તેના અમલમાં લાલિયાવાડી કર્યાનું બહાર આવ્યુ છે. એટલુ જ નહી, આ મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન થયા પછી પણ રાજ્યના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO) શિક્ષણ વિભાગની સુચનાનું પાલન ન કરતા તેમની સામે પ્રાથમિક શિક્ષણ નિયામકે નોટિસો ફટકારીને એક્શન લેવાનો આદેશ કર્યો છે.

પેન્શનમાં થયેલા અન્યાય સંદર્ભે ગુજરાત રાજ્ય પેન્શનર્સ ફેડરેશનના સભ્યોએ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. ૧૬મી મે ૨૦૧૫ના રોજ હાઈકોર્ટે આ કેસમાં પેન્શનર્સને ઉપધો અને પેન્શન તફાવત ઉપર ૧૦ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો હતો. સરકારે તેનો અમલ નહી કરતા પિટિશનરોએ હાઈકોર્ટ સમક્ષ કન્ટેમ્પ્ટ પિટિશન કરી હતી. આ સંદર્ભે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ કયા જિલ્લામાં કેટલા પેન્શનર્સને હાઈકોર્ટના ચૂકાદા મુજબ વ્યાજ સાથે બાકી રકમ ચૂકવી આપી છે અને કોણ બાકી રહ્યુ છે તેની વિગતો મોકલી આપવા તમામ જિલ્લાના DPEOને સૂચના આપી હતી. જો કે, એક પણ DPEOએ માહિતી આપી નથી. આથી, આ બાબતને નિષ્કાળજી સમજી સરકારી સેવામાં નિષ્ઠાનો અભાવ અને બેદરકારી સમજી કાર્યવાહી કરવા નોટીસ આપવામાં આવી છે.

(5:01 pm IST)