Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

હવે છેલ્‍લા વિકમાં ગરમી વધશે: અરબી સમુદ્રમાંથી પવન ફુંકાતા હાલ ગરમીમાં થોડી રાહત જોવા મળી

અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. પરંતુ હાલ તો અરબી સમુદ્રમાંથી પવન ફુકાતા ગરમીમાંથી લોકોને થાડા અંશે રાહત મળી છે. જો કે હવામન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલના અંતમાં ગરમીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા છે.

મહત્વનું છે કે બે દિવસ બાદ ફરી પવનની દિશા બદલાશે. અને દિશા બદલાયા બાદ મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અન્યા શહેરોમાં 36થી 40ની વચ્ચે તાપમાન નોંધાયું છે. પરંતુ એપ્રિલના અંતમાં ગરમીમાં વધારો થાય તેવી શક્યતા છે.

(4:42 pm IST)