Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

મુંબઇની સૌથી જુની પેઢી મોતીલાલ ડાહ્યાભાઇ ઝવેરી અેન્‍ડ સન્‍સના યાત્રિક ઝવેરી સામાજીક બંધનોથી દૂર થઇ : દિક્ષા ગ્રહણ કરશે

અમદાવાદ: મુંબઈની સૌથી જૂની કંપની પૈકીની એક મોતીલાલ ડાહ્યાભાઈ ઝવેરી એંડ સન્સના યાત્રિકભાઈ ઝવેરી આજે દીક્ષા લેશે. પરિવાર અને મિત્રોની હાજરીમાં સંસારમાંથી સંન્યાસ લેશે. 50 વર્ષોમાં કામ કરીને કરોડો રૂપિયા કમાનારા ઝવેરીને હવે જ્ઞાન મેળવવું છે. મુંબઈના વાલ્કેશ્વરમાં આવેલા તીન બત્તી વિસ્તારના પંચશીલ પ્લાઝામાં દીક્ષા સમારોહ યોજાશે. વર્ષીતપના વરઘોડા સહિતની તેમની ધાર્મિક વિધિ શનિવારે યોજાઈ.

59 વર્ષીય યાત્રિક ઝવેરીનો જન્મ અમદાવાદમાં થયો હતો. યાત્રિકભાઈએ યુવાનીમાં જ પારિવારિક બિઝનેસમાં જોડાયા. લગભગ દોઢ વર્ષ પહેલા યાત્રિકભાઈએ તેમના ગુરુ લબ્ધીચંદ્રસાગર મહારાજનું પ્રવચન ભાયખલ્લા વિસ્તારમાં સાંભળ્યું હતું ત્યારે જ તેમણે પરિવાર અને સમાજનો ત્યાગ કરી જૈન મુનિ બનવાનું નક્કી કરી લીધું.

યાત્રિકભાઈ કહ્યું કે, “હું નસીબદાર છું કે મને મારા આ નિર્ણયમાં મારી પત્ની, પુત્ર-પુત્રી અને તેમના બાળકોનો સાથ મળ્યો. મને લાગી રહ્યું છે જાણે હું નવા ઘરે જઈ રહ્યો છું જ્યાં મારા હજારો પરિવારજનો છે. હું ભગવાન સાથે સીધો સંપર્ક સાધવા જઉં છું.” યાત્રિક ઝવેરીએસ્વદોષ દર્શનનામનું એક પુસ્તક પણ લખ્યું છે.

યાત્રિકભાઈના ગુરુ લબ્ધીચંદ્રસાગર મહારાજે કહ્યું કે, “ધર્મ વિશે જ્ઞાન મેળવવા માટે તે ઘણો ઉત્સાહિત છે, તે લોકોને જ્ઞાન અને ખુશીઓ આપવા માગે છે. સમૃદ્ધ બિઝનેસ છોડીને ગમે તે ઉંમરે સંન્યાસ સ્વીકારવો ઘણું અઘરું છે. અમે તેને સંસારમાં જ રહીને સારા કાર્યો કરતા રહેવાની સલાહ આપી પરંતુ તેઓ જૈન મુનિ બનવા મક્કમ હતા.”

યાત્રિકભાઈના 37 વર્ષના પુત્ર પુણ્યએ કહ્યું કે, “આટલા વર્ષોથી મારા પિતા ધર્મનો અભ્યાસ કરતા હતા અને લોકોમાં ખુશીઓ વહેંચતા હતા. અમને આશા છે કે અમે પણ તેમના પગલે ચાલીએ. અમારો સમગ્ર પરિવાર તેમના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે.”

(5:00 pm IST)