Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

દક્ષિણ ગુજરાતમાં ભુકંપના આંચકા :3,7ની તીવ્રતા :ભરૂચમાં એપી સેન્ટર

તાપી, વ્યારા, વાલોડ, ઉચ્છલ, સુરત, બારડોલી, માંડવી, માંગરોળ, નવસારી ડેડીયાપાડા, સાગબારા,રાજપીપલા નાંદોદ તાલુકામાં આંચકા

સુરત :શનિવારે બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. શનિવારે આવેલા આંચકાની 3.7ની તીવ્રતા મપાઈ છે

  મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં શનિવારે બપોરના સુમારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની એપી સેન્ટર ભરૂચ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચના ઝઘડિયા અને નેત્રંગ પંથકમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. કેવડિયાથી 48 કિલોમીટર દૂર નોર્થ વેસ્ટમાં એપી સેન્ટર નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં બપોરે 4.20 કલાકે 10 સેકેન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

  દક્ષિણ ગુજરાતના તાપી, વ્યારા, વાલોડ, ઉચ્છલ, સુરત, બારડોલી, માંડવી, માંગરોળ, નવસારી સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત ડેડીયાપાડા, સાગબારા,રાજપીપલા નાંદોદ તાલુકામાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ ઉપર 3.7ની તીવ્રતા નોંધાઇ હતી. ભૂંકપના આંચકાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

(9:21 pm IST)