Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

રાજ્ય સરકારે ઈગ્રામ ગુજરાત નામની વેબસાઈટને બિનઅધિકૃત જાહેર કરી

કોઈપણ પ્રકારનો નાણાકીય કરવામાં આવશે તો એ વ્યવ્હાર અમાન્ય ગણાશે

ગાંધીનગર :રાજ્ય સરકારે ઈગ્રામ ગુજરાત નામની વેબસાઈટને બિનઅધિકૃત જાહેર કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઈગ્રામ ગુજરાત વેબસાઈટ પરથી કોઈપણ પ્રકારનો નાણાકીય કરવામાં આવશે તો એ વ્યવ્હાર અમાન્ય ગણાશે.   
 
આ અંગે રાજ્યના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ અને તલાટીઓને જાણકારી આપવા સરકારે સૂચન કર્યું છે. જાહેર જનતાને આ અંગે માહિતગાર કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.

(7:50 pm IST)